કચ્છ એક્સપ્રેસ ફિલ્મ સમીક્ષા - વિધી મહેતા

 

         મણાં એક સુંદર ગુજરાતી મુવી જોયું. 
" કચ્છ એક્સપ્રેસ". આ સુંદર મુવી માટે માનસી પારેખ ને 
રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલ છે. રત્ના પાઠક જેવા અભિનેત્રી હોય એ મુવી માં કંઈ જ ન ઘટે! ખરેખર ખૂબ જ સુંદર ગુજરાતી પિક્ચર છે.



       એક સુંદર વાર્તા છે. મોંઘી નામની બાઈ (બહેન ) પોતાના 21 વર્ષના પુત્ર, પોતાની સપોર્ટ સિસ્ટમ સમા સાસુમા ,પોતાના પતિ સાથે પોતાની ઘર ગૃહસ્થીમાં ખુશ છે. તેનો પતિ મ્યુઝિયમ માં કામ કરે છે. કામ કરતા કરતા તે એક યુવતી સાથે પણ રિલેશનશિપમાં માં હોય છે. મતલબ ઘરવાળી અને બહારવાળી. ઘર માં મોંઘી તેના માતા અને પુત્ર અને સામાજિક વ્યવહારો ને નિભાવે. અને તેનો પતિ બહાર પોતાના અંગત મોજ શોખ માટે પેલી યુવતી મતલબ બહારવાળી નો સાથ નિભાવે. કદાચ બહારવાળી આ ટેગ અયોગ્ય લાગે પરંતુ મોંઘી નામની પેલી સ્ત્રી ,જે પોતાના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ની સામે આંખ ઉઠાવી ને જોતી પણ નથી. જ્યારે તેનો પતિ ધર્મેશ તેની સાથે જોબ કરતી પેલી યુવતી ને કહે છે"મને મારી પત્ની નથી ગમતી, મારું ધ્યાન જ નથી રાખતી!! " જે વ્યક્તિ પોતાની ઘર ગ્રહસ્થી બહુસુંદર રીતે નિભાવી જાણતી હોય તેના માટે તેનો જ પતિ આવા શબ્દો બોલે!!! 

             દરેક પુરુષ ને પત્ની તો ભારતીય સંસ્કારો વાળી જ જોઈએ. અને ગર્લફ્રેન્ડ આધુનિક કે મોર્ડન યુવતી જોઈએ. પત્નીમાં ક્યાંય કોઈ કચાશ ન જોઈએ, પછી ભલે ને તેનામાં અનેક કચાશો હોય!! એ તો બાઈ માણસ છે. એને તો પતિ ની આવક જોવાની હોય, પતિ નો પહેરવેશ, દેખાવ કે રીતભાત નહીં! બાકી એક યુવક એની થનાર પત્ની નો દેખાવ , રીતભાત, પહેરવેશ, બોલી બધું જ જોઈને જ તેને પસંદ કરે છે!!!! જાણે પત્ની નહી, સમાજમાં દેખાડા માટે એક બાર્બી ડોલ લઇ આવવાની હોય!!! કોઈ યુવક બાંધ છોડ ન કરે, હા, યુવતી એ ઘણી બાંધછોડ કરવાની, કરવી જ જોઈએ!! 

            ધર્મેશ કેટલાયે જૂઠ બોલીને તેની ગર્લ ફ્રેન્ડ ને પટાવી લે છે. પત્ની પ્રેમ થી પાસ્તા બનાવે છે તે નથી ભાવતા પણ પ્રેમિકા રોજ પાસ્તા લાવે છે એ ખુશી ખુશી ખાઈ જાય છે! અને આ વાત ની જાણ જ્યારે મોંઘી ને થાય છે ત્યારે તેને મન માં એક જ પ્રશ્ન ખૂબ હેરાન કરે છે, મારી કયા કમી હતી?? 
મારી શુ ભૂલ હતી???? 

                 સુંદર ડાયલોગ, સુંદર વાર્તા થી આ મુવી હૃદય ને સ્પર્શી ગયું. ઘરના ને જ પોતાના માણસ ની કદર ન હોય!!એમ મોંઘી માં રહેલી ક્રિએટિવિટી એક ફોરેનર ઓળખી લે છે, પછી તો બંને મિત્રો બની જાય છે. અને અંતે મોંઘી ના ડિવોર્સ થાય છે અને તે અને તેની માં થી પણ વધુ સાસુ બંને પેલા ફોરેનર સાથે મુંબઇ ની વાટ પકડે છે.

           સૌથીવધુ અગત્યનું એક જમાપાસું એ હોય છે કે કોઈ મોંઘી ને કશું જ નથી કહેતું!! જ્યારે આધુનિક સમાજ માં એક નારી ની વ્યથા જાણવાને બદલે લોકો અનેક અફવા ઉડાવે ,"કેમ ધર્મેશભાઈ એ બીજી પાસે જવું પડ્યું?? જરૂર મોંઘી માં જ કંઈક ખામી હશે?? અરે જરૂરી નથી, કે એક નારી નો વાંક હોય, પુરુષ પણ ભમરો હોય શકે!!! 

        અને હા સિસોટી માં બધી સ્ત્રીઓ થોડો સમય પોતાનો સમય#metime ,થોડો સમય પોતાની ફ્રીડમ માણવા એકઠી થાય છે. પોતાને બીડી પીવા કોઈ ન પૂછે પણ હા, સિસોટી ની સ્ત્રીઓ બીડી નો એકાદ કશ ખેંચી અને બસ એકાદ કે અડધી કલાક માટે પોતાની ફ્રીડમનો આનંદ માણતી હોય છે!! સમાજમાં એક પુરુષ કંઈ પણ કરી શકે જ્યારે એક સ્ત્રી પર અનેક બંધન હોય છે! એક પુરુષ સિગરેટ ખુલ્લે આમ પી શકે જ્યારે એક સ્ત્રી ફક્ત બે ઘડી મોજ માટે પણ પીવે ત્યારે "હાય હાય આ તો જો!" કહી તેને કેટલુંય સંભળાવવામાં આવે!! આ છે વિરોધાભાસ, આ છે પુરુષપ્રધાન સમાજ! સિસોટીમાં ન કોઈ રોકટોક કે ન કોઈ ઝઘડા બસ બધી મહિલા ઓ છકડા માં બેસી ને ગામથી થોડે દૂર એક શાંત અને નિર્જન સ્થળે ભેગી થાય અને પોતાના સાસુ કે સસરા કે પતિ ની ખટપટથી દૂર સહેલી ઓ સાથે મસ્તી કરે! મુવી માં મોંઘી બુલેટ પણ ખૂબ સારી રીતે ચલાવી શકે છે. જે દર્શાવે છે કે એક સ્ત્રી ધારે તે અસંભવ પણ સંભવ કરી બતાવે!! 

           દરેક વ્યક્તિ ને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો હક્ક છે. નીતિ નિયમો અને બંધી માં કોઈ ને પણ રહેવું ના ગમે!! મોંઘી ની જેમ ઘણી મહિલાઓ પોતાના ઘર ,બાળક અને પતિ પાછળ પોતાનું આખું જીવન વેડફી નાખે અને પછી પતિ તેને પૂછે,"તે મારે માટે શુ કર્યું? સ્ત્રી કમાતી ન હોય તેથી તેને "તું શું કમાઈ ને લાવે છે? ખાલી ઘર નું કામ જ કરે છે! તને શું ખબર બહાર કેટલા સાથે મગજ મારી કરવી પડે! "જેવા વાક્યો સાંભળવા પડે. અરે, ઘરકામ શુ ખરેખર એટલું સહેલું છે?? કોઈ મહિલા પોતાના પતિ ને મહ્ત્વ આપે તો સાસુ સસરા કહેશે કે,"વહુ અમારું તો ધ્યાન જ નથી રાખતી!!" અને મોંઘી ની જેમ ઘર, વડીલો અને બાળક નું ધ્યાન રાખે તો પતિ કહેશે કે "તને મારા માટે તો ટાઈમ જ નથી!" અને બીજી સાથે શરૂ થાય!!! આજકાલ લગ્ન બાહ્ય સંબંધો નું પ્રમાણ વધી રહ્યું છે. એક પત્ની કે પતિ આખા દિવસ દરમિયાન થાકી ને ઘરે આવે ત્યારે પોતાના પ્રિય પાત્ર પાસેથી મીઠો અને ઉષ્મા ભર્યો ઉમળકો ઈચ્છે છે. પત્ની ઘર માં રહેલું ફર્નિચર નથી.એક જીવતું જાગતું વ્યક્તિ છે. પોતાના સુખ દુઃખ ની વાતો, પોતાની મુશ્કેલીઓ એ પોતાના પતિ સિવાય ક્યાં વ્યક્ત કરે?? માણસ એક જીવંત પ્રાણી છે. તેને પણ પોતાની લાગણીઓને એક્સપ્રેસ કરવી હોય છે, કોઈ તેનું ખાસ વ્યક્તિ તેની સાથે બે વાત કરે તે તેને પણ સારું લાગે છે. પોતાની જોબ કે બિઝનેસ ના સમય દરમિયાન તે એક માણસ નહિ પરંતુ રોબોટ બની જાય છે, ફેક સ્માઈલ, ફેક હમદર્દી, ફેક વખાણ આ દુનિયાની બહાર એક વાસ્તવિક જિંદગી તેને પોતાની પત્ની કે પ્રિય પાત્ર પાસે જ મળે છે. પોતાનું બાળક કે જેના પર પોતાનો પ્રેમ ન્યોછાવર કરી શકે . પરંતુ કામ ના ચક્કર માં ,પોતાની વ્યસ્ત દુનિયામાં તેને એ ખબર પણ નથી રહેતી ક્યારે પોતાની પત્ની અન્ય સાથે, અને પોતાનું બાળક પણ (એક ઉમર પછી) પોતાના કહ્યામાં નથી !!! આ જ કડવી વાસ્તવિકતા છે દુનિયાની!! બધું એ બેલેન્સ માં જ બરોબર છે! રૂપિયો પણ જરૂરી છે, ફેમિલી પણ જરૂરી છે.રાત ના 9 પછી "નો વર્ક કોલ્સ" અને સવારે 10 પછી ઇમરજન્સી માં જ "ફેમિલી કોલ્સ". એ જ રીતે બેલેન્સ કરવું જોઈએ. ફેમિલી કે હેલ્થ ના ભોગે કશુંજ નહીં! જરા વિચારો કે કાલે તમારી પાસે અઢળક રૂપિયા હોય, પરંતુ તે વાપરનાર જ કોઈ ન હોય તો!!! આજકાલ પતિ ને પત્ની માટે , બાળકો માટે સમય જ નથી હોતો!! રૂપિયા કમાવવાની લાલચમાં, પોતાના ફેમિલી ને બધી સુખસુવિધા મળી રહે તે માટે તે દિવસ રાત કમાય છે પરંતુ અંતે પત્ની નું બહાર અન્ય સાથે અફેર ચાલતું હોય અને છેવટે આ રૂપિયા ની લાલચ જ તેની પાસેથી બધું જ છીનવી લે છે. હકીકતમાં દરેક પત્ની ને પોતાના પતિ નો પ્રેમ, મીઠાશ ભર્યો સંવાદ, અને તેનો સાથ જ જોઈતો હોય છે, પૈસા, દાગીના વગેરે તો ગૌણ વસ્તુ છે.

             એક સમય બાદ બાળક પણ પોતાના માં બાપ ને એમ જ કહે છે કે મારી પાસે ટાઈમ નથી આટલા રૂપિયા કોલેજ કે સ્કૂલ માં ભરવાના છે!! જે આપણે આપણી જિંદગી દરમિયાન કરીએ છીએ તે જ ફરી ફરી ને આપણી સામે આવે છે. આપણે આપણાં સંતાન ને પૂરતો સમય, સાથ અને યોગ્ય સંસ્કારો નું સિંચન કર્યું હશે તો એક ઉમર બાદ તે પણ આપણને પોતાનો સમય અને સાથ આપશે જ!!!  

           આ દુનિયામાં મોંઘી ઘણી ઓછી છે. આજનો જમાનો અલગ છે. લોકો ને જોઈએ છે મોંઘી જ. ઘર અને ઘરના લોકો ને સુંદર રીતે સંભાળે એવી .. પણ રૂપિયા ની ચકા ચૌન્ધ જોઈ ને તે પણ બદલાઈ જાય છે. નાના ગામડાની કન્યા મુંબઇ જેવા મેટ્રો માં જઇ ને પતિ એ આપેલ ફ્રીડમ નો લાભ લઇ ને અન્ય અફેર કરે છે!! 

So yes keep balance. Family and money both are important , but family is the foremost priority..


               માતા પિતા પોતાના સંતાનો ને કહે છે કે આ પિક્ચર કે મુવી માં શુ છે? બાળકો ને બગાડે છે! પરંતુ એ તો દરેક વ્યક્તિ પર નિર્ભર છે કે કોણ કઈ વાત કે સંદેશને કઈ રીતે ગ્રહણ કરે છે!! હકીકત માં દરેક મુવી ની પાછળ એક સંદેશો હોય છે. સમાજ ને જાગૃત કરવા માટે નો સંદેશો. 


✍🏼 લેખિકા:- વિધી મહેતા

  આ આર્ટીકલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવો.  

1 Comments

  1. ખૂબ સરસ સમીક્ષા. ખાસ કરીને છેલ્લું વાક્ય “દરેક વ્યક્તિ પર નિર્ભર છે કે કોણ કઈ વાત કે સંદેશને કઈ રીતે ગ્રહણ કરે છે!! હકીકત માં દરેક મુવી ની પાછળ એક સંદેશો હોય છે. સમાજ ને જાગૃત કરવા માટે નો સંદેશો. ”

    ReplyDelete
Previous Post Next Post