અંધશ્રદ્ધા : એક કુરિવાજ એક હિંસા - જય કુબાવત 'બાપુ'

 જનો યુગ, ખરેખર પ્રગતિ નો યુગ છે, દિવસે દિવસે માણસ પોતાની અકલ્પનીય પ્રગતિ કરતો જણાય છે, સુખસગવડ અને ટેકનોલોજી ની બાબત માં આજે માણસે હુંફાળી પ્રગતિ મેળવી છે. આટલી અનહદ પ્રગતિ વચ્ચે પણ એક વાત નો હંમેશા ગર્વ અનુભવાય છે કે આપણે લોકો એ ભારતીય સંસ્કૃતિ નો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે. ખરેખર એ આનંદ અને ગૌરવની વાત છે આપણા માટે.

હુંફાળી પ્રગતિ સાથે પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે ભૂતકાળ થી ચાલી આવતી કેટલીક માન્યતાઓ અને અંધ શ્રદ્ધા ભર્યા રીત રિવાજો રૂપી સાંકળો થી બંધાયેલા રહ્યા છીએ આપણે, જે ખરેખર એક દુઃખદ વાત છે. સમય સાથે વિચારો તથા ખુદ માં બદલાવ ઘણો જરૂરી છે એ સ્વીકાર્ય બાબત છે. ભારતીય સંસ્કૃતિ તથા એને લગતા રીત રિવાજો જાળવવા એ આપણી ફરજ છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે માણસે આજે અદભુત પ્રગતિ કરી હોવા છતાં ક્યાંક ને ક્યાંક માણસો 'અંધશ્રદ્ધા' રૂપી ગુલામી માં જકડાયેલો છે, જે ખરેખર દુઃખદ વાત છે.

     શિક્ષણ નું મહત્વ જ એ છે કે તમે જુના કુરિવાજો અને અંધશ્રદ્ધા ને અટકાવીને તમે આજ ના યુગ સાથે કદમથી કદમ મિલાવી ને ચાલો. ભારતીય સંસ્કૃતિએ આપણને વારસા માં અનેક અમૂલ્ય ભેટો - સોગાતો અર્પી છે. છતાં પણ આજનો માણસ એ અંધશ્રદ્ધા માં અટવાઈ ને મૂંગા પશુપક્ષીઓ નો જીવ લે છે અને એથીયે વિશેષ ક્યારેક તો પોતાના જ બાળકો, સ્વજનો નો પણ જીવ લેવા તૈયાર થઈ જાય છે. આ તે કેવી શ્રદ્ધા...? ભગવાન ક્યારેય પણ કોઈ વ્યક્તિ કે પશુપક્ષીઓ નો જીવ લઈ ને રાજી નથી થતા. કોઈ ગ્રંથો માં એવો ઉલ્લેખ નથી કે જેમાં ભગવાને કીધુ હોય કે તમે પશુ કે પક્ષીઓ ની બલી ચડાવો અને હું રાજી થઈશ એમ. પેલાના રાક્ષસો માંસાહારી હતા જેમણે આ રિવાજ ચાલું કાર્યો હશે જેથી બલી ચડાવવા સાથે એમને એમના ખોરાકનું પણ આયોજન થઈ જતું. પણ એમના રિવાજો ને માણસો એ આજે પ્રથા બનાવી દીધી છે.અને આજનો માનવી હકીકત જાણ્યા વગર એ રિવાજો ને પાળતો આવ્યો છે અને હજી પાળે છે.ખરેખર એ એક શરમજનક વાત છે અને આ બાબત પર ખરેખર સુધારો લાવવો ખૂબ જરૂરી બને છે એનાથી અંધશ્રદ્ધા ના નામ પર થતી મૂંગા પશુ પક્ષીઓની હત્યા અટકાવી શકાય. 

        પરમકૃપાળુ પરમાત્મા એ તમામ જીવો ને જીવ આપીને સંપૂર્ણ પણે જીવવાનો અધિકાર આપ્યો છે તો એમની બલી ચડાવીને પ્રભુ ખુશ કઈ રીતે થઈ શકે કહો....?

       બસ, આ લેખમાં કહેવાનો સાર બસ એટલો છે કે પ્રભુ ક્યારેય અંધશ્રદ્ધાના નામ પર કોઈ પણ જીવની બલી નથી માગતા તો આજના માનવીએ શિક્ષણ ક્ષેત્રે સાધેલી પ્રગતિ નો સદુપયોગ કરીને આ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ ને જડમુળ માંથી ઉખાડી ફેકવી જોઈએ..કોઈ ફિલ્મો કે ગીતો માં જો કોઈ સમાજ ને અપમાન જનક શબ્દો દેખાઈ આવે તો આખો સમાજ રોડ પર વિરોધ પ્રદર્શન કરવા નીકળી જાય છે. તો આ અંધશ્રદ્ધા ના નામ પર થઈ રહેલી હિંસાત્મક પ્રવૃત્તિ નો વિરોધ કેમ નઈ? એ માટે કોઈ ચર્ચા વિચારણા કેમ નઈ???

✍🏼 લેખક:- જય કુબાવત 'બાપુ'

તમને આ લેખ કેવો લાગ્યો એ કમેન્ટ કરી જાણશો. 

3 Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ♥️Really Thankful from Deep Heart. Thank u so much Umeshbhai for Publishing my Article....

    ReplyDelete
  3. Thank you Gujarati story box n special thanks to Umeshbhai for giving this opportunity

    ReplyDelete
Previous Post Next Post