સારા કર્મો કરવાથી સારું ને ખરાબ કર્મો કરવાથી ખરાબ થાશે એ વાત આપણે દરેક સમય સાથે ચાલતાં કાળા માથાનાં માનવીઓ જાણીએ જ છીએ ખરું!
જ્યારે આપડે માતાનાં ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી જ આપડા સમયની રેસ ચાલુ થાય છે, આપડો સફર ચાલુ થાય છે. શરૂઆત એ ગર્ભ સંસ્કારનાં નવ મહિનાથી થાય છે.
આપડો પહેલો તદૃન સાદો અને નાનો સફર ભગવાન આપણને એ નવ મહિનાનો આપે છે. તેને સાચવીને આપડે માતાનાં ગર્ભ માંથી બહાર આવીને દુનિયા જોવાની હોય છે અને એ આપડા નાના સફરની જીત છે.
તંદુરસ્ત રીતે બહાર આવી દુનિયા પર પોતાના અસ્તિત્વનું પહેલુ પગલું એ આપડા પહેલાં સમયની રેસ પર મેળવેલી જીત છે. સમય કયારેય ઊભો નથી રહેતો, એ તો ચાલ્યા જ કરે છે આપડે દર વખતે તેની સાથે રેસ કરવાની હોય છે.
કેટલાંક પડાવો જીતીને, કેટલાક અનુભવી બનીને, કેટલાંક હારનો જશન ઉજવીને અને કેટલીક રેસ જતું કરીને.
સમયનો અનુભવ બધાંને સરખો જ થાય છે બસ અનુભવની રીત અને ક્રમ થોડો આડા - અવળો હોય છે. જેનું નામ છે આપડું ભાગ્ય અને કર્મો..
જન્મ લીધાં બાદ થોડાં આગળ વધીને બાળપણની શરૂઆત કરીએ તો બે ઉદાહરણો સામે આવે.,
૧ . રસ્તા પર રમકડાં વેચતી કોઈ ગરીબ મા અને ગરીબ બાપનાં કર્મો વચ્ચે પિલાતું એ બાળક.
તેમણે પણ દરેક બાળકની જેમ કાયદેસર જ જન્મ લીધો છે, પણ કર્મો અને સમય પ્રકૃત્તિનાં નિયમો તેને જુકાવી જાય છે.
એક બાજુ કપડાં વગરનાં નગ્ન શરીર પર શિયાળાનાં ઠંડા પવનથી પડી ગયેલા તવડા. ચોમાસામાં વરસાદનાં કારણે ગંદા થઈ ગયેલાં ખરડાયેલા હાથ પગ, ઉનાળામાં તપતા તડકામાં ભર બપોરે રોડ પર રખડતાં એ બળીને કોલસા થઈ ગયેલાં શરીર અને મન.
દરેક વખતે તેઓને એ અનુભવ કરાવે છે કે તેઓ બીજા લોકોથી અલગ છે. કેમ?? સમય અને કર્મ તેનું અલગ લઈને આવ્યું છે.
હકીકતમાં સમય કોઈની સાથે નથી ચાલતો. તેને કોઈ જુનો પ્રેમ કે ભવિષ્યની મહોબ્બત નથી કોઈ સાથે. તે ફકત ને ફકત ચાલવા માટે જ બનેલો છે થોભવા નહીં.
થોભાવવું એ આપડું કામ નથી, સમયને બદલવું એ આપડું કામ છે. સમય કર્મો આધીન બની જાય છે અને ભાગ્યે જ કયારેય કર્મો સમય આધીન બને છે,જેને આપડા પુર્વજો નસીબનું નામ આપી ગયાં છે.
બીજી બાજુ ઉદાહરણનો પલ્લો મુકીને જોઈએ એ અમીર ખાનદાનમાં જન્મેલ બાળક.
તેને પણ કોઈ અલગ માટી માંથી બનાવવામાં નથી આવ્યું, બધાંની જેમ જ તે દુનિયા પર જીવવા માટે આવ્યું છે, પોતાના ભાગ્યને સાબિત કરવા આવ્યું છે.
પણ તેને તો કોઈ શિયાળના ઠંડા પવનની આંચ નથી, મોટાં ઘરમાં એટલી સગવડો ઉપલબ્ધ છે કે તેને શિયાળાનો ઠંડો પવન અડકી ન શકે.
ચોમાસા માટે પણ તેનું નસીબ સુવિધાઓથી ભરેલું છે, તેની મોટી આલીશાન ગાડી તેને ગમે ત્યાં જાય ત્યાં સ્વચ્છ રાખવા પુરતી છે.
ઉનાળામાં તપતા તડકામાં તેને બહાર જઈ મહેનત મજુરી નથી કરવી પડતી એ સાબિતી આપતો તેનો કોમળ નાજુક ચહેરો છે.
બંને બાળકો છે પણ કર્મ બંનેને અલગ અલગ રસ્તો આપી ગયો જેનુ નામ છે કર્મપથ...
એ કર્મનાં પથ પર ચાલીને બંનેએ પોતપોતાના નસીબ અજમાવવાનાં છે. કોઈ નીચેથી ઊપર આવશે અને કોઈ ઉપરથી નીચે. પણ કયારે??? સમય સાથ આપશે ત્યારે !!??
આપડે દુઃખમાં હોઈએ ત્યારે એક જ શબ્દ નિકળે છે સમય સાથે નથી. પણ કયારેય વિચાર્યું છે કે કેમ સમય સાથે નથી!? શું સમયને મેં ગાળો આપી હતી? તેને મેં માર્યો હતો? મેં તેનું કંઈ લૂંટી લીધું હતું?
જવાબ છે ના.
સમયનું કયારેય કોઈ બગાડી શક્યુ નથી આપડે બગાડ્યું છે તો આપડું કર્મ. એ કામો, જે આપણને ખરાબ દિવાસો જીવવાની રીત બતાવી ગયાં આપણને એ રસ્તો ચીંધી ગયાં.
એ ખરાબ કર્મો આધીન જ દુનિયામાં ભગવાન ભાગ્ય બનાવે છે અને આપડે વર્તમાનને ઢંઢોળી નાખીએ છીએ કે મેં કોઈનું ખરાબ નથી કર્યુ તો મારી સાથે જ કેમ???
તો જરા એ નવાં જન્મેલા પેલાં રસ્તા પર પડતાં, લથડતાં, તડકો છાંયો જોતા જ નહીં અનુભવતા પણ એ બાળકનો શું વાંક??
તેણે તો હજુ કાલ જ દુનિયા જોઈ. હજુ તો તેને એ પણ નથી ખબર કે દુનિયા ગોળ છે કે ચોરસ !! એ બાળકને આવતાં વેંત જ બધું જોવા મળ્યું કેમ????
કેમ ભગવાન દરેકને એક જ જગ્યાએથી એક સાથે રેસ ચાલુ નથી કરાવતાં!! એટલો મોટો ભેદભાવ કેમ આપે છે?? કોઇને અપંગ, કોઈને આંધળા, કોઈને ગરીબ, કોઈને અમીર, કોઈને અનાથ બનાવીને કેમ મોકલે છે??? શું એનો જવાબદાર સમય છે!!!??
નહીં, એનો જવાબદાર પૂર્વના એ કર્મો છે જેનાં ફળ આપણને આ જનમમાં મળી રહ્યાં છે અને જો આ જન્મમાં આ હાથોથી સારા કર્મો, સારા કામો નહીં થાય તો આવતાં જન્મમાં ને આવનારા દિવસોમાં ફરી એવી જિંદગી જીવવા માટેની આપડે તૈયારી કરી રહ્યાં છીએ એવું સમજી લેવું.
જેવાં આપડા કામ કરવાની રીત, વિચારો કરવાની રીત અને સમજવાની - અનુભવવાની કોશિશ એવાં જ આપડા કર્મનાં રસ્તા બને છે.
જુના દિવસો જુના કામોનાં ફળ આધીન હતા પણ આવનાર ભવિષ્ય તો આપડા વર્તમાનનાં હાથમાં છે. તેને ગણકારીને, અવગણીને આગળ ચાલવું એ યોગ્ય છે ખરુ???
એ બાળકો માટે મતભેદ જોઈ ભગવાનને કોસવા, તેને અયોગ્ય કહેવા એ યોગ્ય છે ખરું??
નવેસરથી નવાં શિખરો ચડવા માટે માણસોનું સર્જન થયું છે તેને પ્રાણીઓ માફક જીવીને મરી જવું યોગ્ય ખરુ???
જંગલોમાં કોઈ પણ જાત પાત વગર રખડતાં એ જંગલી પશુઓ માફક, નિર્દય અને બુદ્ધિહીનતા માટે, ઘેટાં બકરાંની જેમ જૂંડની પાછળ પાછળ ચાલવા માટે, ડરીને પાણીમાં રહીને પોતાની જીંદગી જીવવા વાળા દરિયાઈ જીવોની જેમ જીવવા માટે આપડો જન્મ થયો છે!!???
જો ખરેખર હા, તો કેમ આપડે પશુઓ તરીકે નથી ઓળખાતા??? કેમ આપણને મનુષ્ય તરીકેની અલગ ઓળખાણ મળી છે!!??
અરે આપડે તો ધારવાનું અને કરવા માંડવાનું... સામે દુનિયારૂપી વિશાળ દરીયો સર કરીને જીતીને બતાવવાનું છે. સમય અને કર્મો પર બોજ મુકીને અટકી જવું આપણને ન ફાવવું જોઈએ. એ આપડું કામ નથી નથી ને નથી જ. જો આપડે ખરેખર એક માણસ છીએ તો.
જન્મ ગમે ત્યાં થયો હોય જન્મભૂમિ જરુરી નથી, કર્મભૂમિ જરુરી છે. જ્યાં આપડા કર્મો થયા અને ઊંચાઈ પર પ્રવાસ પુરો કર્યો એ ટોચ મહત્ત્વની છે.
(શીખ: ભુતકાળ ગમે તેવું હોય, વર્તમાનને સારા કર્મો કરીને જીવીશું તો ભવિષ્ય સુધારી જ શકાશે. )
લેખિકા:- ધ્રુવી પટેલ (kizzu)
આ લેખ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવશો.